અરવલ્લી : બાઇક સવાર દંપત્તિ પર રખડતાં ઢોરનો હુમલો, ઘટના CCTVમાં કેદ.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પરથી એક દંપતી બુલેટ પર પસાર થઈ રહ્યું હતું, ત્યારે રખડતાં ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેવા દોટ લગાવી હતી.

New Update

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના રોડ પર રખડતાં ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેતા મહિલાને રગદોળી હતીજ્યાં પતિએ પત્નીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાના CCTV વિડિયો પણ સામે આવ્યા છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પરથી એક દંપતી બુલેટ પર પસાર થઈ રહ્યું હતુંત્યારે રખડતાં ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેવા દોટ લગાવી હતી. પશુથી બચવા બુલેટ ચાલકે બ્રેક મારી છતાં પશુએ બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પાડી દઈ રગદોડી નાખી હતી. મહિલાને બચાવવા તેના પતિ સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા. પરંતુ પશુ આક્રમક બનીને મહિલાને ઇજા પહોંચાડતું રહ્યું.

છેવટે નજીકમાં જ આવેલ પેટ્રોલ પંપના કર્મચારીએ લાકડીથી મહિલાને પશુની ચૂંગલમાંથી છોડાવી હતીત્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકેમોડાસા શહેરમાં પશુ હુમલાની આ પહેલી ઘટના નથી. પરંતુ શહેરમાં ઠેર ઠેર પશુઓના ટોળે ટોળા જોવા મળે છેઅનેક નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો ભોગ બને છે. પરંતુ તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતું નથી. પશુ માલિક પણ આ રીતે પશુઓને રખડતા મુકી દે છેત્યારે તંત્ર અને પશુ માલિકોએ આ બાબતે નક્કર કામગીરી કરી વધતાં પશુ હુમલાઓ અટકાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

Latest Stories