અરવલ્લી : મેઘરજમાં વિકસિત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર, પોલીસની નક્કર કાર્યવાહી...

6થી 7 મહિનાનું વિકસિત ભૃણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાવના પગલે જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરી હતી

New Update
અરવલ્લી : મેઘરજમાં વિકસિત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર, પોલીસની નક્કર કાર્યવાહી...

અરવલ્લી જીલ્લામાં તરછોડાયેલ નવજાત શિશુઓ અને ત્યજેલ ભૃણ સમયાંતરે મળતા રહે છે, ત્યારે મેઘરજ નગરની ગ્રીન હોટલની ગલીમાંથી 6થી 7 મહિનાનું વિકસિત બાળકીનું ભૃણ મળી આવતા ભારે ચકચાર મચી હતી. અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરની ગ્રીન હોટલની ગલીમાંથી અંદાજે 6થી 7 મહિનાનું વિકસિત ભૃણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાવના પગલે જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી ભૃણને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું.

Advertisment

ત્યારબાદ આરોગ્ય કર્મીઓએ ભૃણની અંતિમવિધિ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ વિકસિત ભૃણ બાળકીનું હોવાનું બહાર આવતા ભૃણ ત્યજી દેનાર સામે ભારે જન આક્રોશ જોવા મળ્યો હતો. મેઘરજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભૃણ તરછોડનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ, ભૃણ દીકરીનું હોવાથી ત્યજી દેવાયું કે, પછી ગેરકાયદેસર શારીરિક સબંધમાં ગર્ભ રહી જતાં પાપ છુપાવવા ભૃણ ત્યજી દીધું સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું.

Advertisment
Latest Stories