/connect-gujarat/media/post_banners/c1b184d65f0df8454ebc8a198fb814f344138921c040e32053d5d32b8d1d35dc.jpg)
વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડના મામલામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી કસૂરવારો સામે કાર્યવાહીની માંગ કરી છે.
ગુજરાત રાજયની વીજ કંપની જેવી કે ડીજીવીસીએસ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઇસીએલમાં વર્ષ 2020 અને 2021 માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચુકી છે.અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાખો રૂપિયા ખર્ચી અનેક ઉમેદવારો વિદ્યુત સહાયક તરીકે ખોટી રીતે નોકરીએ લાગી ગયા હોવાની સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ ઉર્જા ભરતી કૌભાંડ અંગે આક્રમક બની જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સમગ્ર કૌભાંડની તપાસ ઝડપથી કરવામાં આવે અને દોષિતોની ધરપકડની માંગ કરી હતી.