સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા કોંગ્રેસ દ્વારા વિરોધ

અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update

અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા પશુપાલકોને પોષણક્ષમ ભાવ ચુકવવા અને દૂધ મંડળીઓના કર્મચારીઓના પ્રશ્રોને વાચા આપવા પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે અરવલ્લી જિલ્લા કલેક્ટરની કેબિન આગળ બેસી વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ખેડભ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા વિરોધ પ્રદર્શન યોજી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ બાયડ તાલુકા પંચાયતની નવીન કચેરી નગરથી 4 કિલોમીટર દૂર લઇ જવાની હિલચાલથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતોજે બાબતે પણ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા જો હકારાત્મક વલણ નહીં દાખવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

 

Latest Stories