Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : રસ્તાના અભાવે સ્મશાન યાત્રા જતાં ડાઘુઓને હાલાકી, તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં..!

અરવલ્લી જિલ્લાના કેટલા વિસ્તારોમાં રસ્તાની સમસ્યાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

X

અરવલ્લી જિલ્લાના કેટલા વિસ્તારોમાં રસ્તાની સમસ્યાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે બાયડ તાલુકામાં રસ્તાના અભાવે સ્મશાન યાત્રાએ જતા ડાઘુઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ રસ્તાની સમસ્યાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્ટેટ હાઇવે હોય કે, નેશનલ હાઈવે તમામ રસ્તાઓની હાલત બિસ્માર બની છે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાના અભાવે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. બાયડ તાલુકાના ડેમાઈ ગામે સ્મશાને જવાનો માર્ગ કાદવ કીચડવાળો હોવાના કારણે સ્મશાને જવા માટે ડાઘુઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દલિત સમાજના લોકોને સ્મશાને જવા માટે પાકો રસ્તો ન હોવાથી તંત્ર પ્રત્યે લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ મામલે ડેમાઈ ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓની રસ્તાની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.

Next Story