અરવલ્લી: પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા, પત્નિને બંધક બનાવી આચરી લૂંટ

ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો..

New Update
અરવલ્લી: પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા, પત્નિને બંધક બનાવી આચરી લૂંટ

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો હતો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને નિશાને લીધુ છે. તસ્કરોએ રાત્રી દરમિયાન પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટ આચરી હતી. ધારાસભ્યના પત્નિ ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી.ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે. એસપી શૈફાલી બરવાલે મીડિયાને જણાવ્યુ હતુ કે, બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે.સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે.