Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : શામળાજીની અસાલ GIDCમાં 4 મહિનાથી બંધ ઇકોવેસ્ટ કેમિકલ કંપનીમાં ભીષણ આગ

શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

X

અરવલ્લી શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અરવલ્લી શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે GIDCમાં આવેલ ઇકોવેસ્ટ કેમિકલમાં આજે વહેલી પરોઢે આગની ઘટના સામે આવી છે. આ કેમિકલ કંપની છેલ્લા 4 માસથી બંધ હતી. વહેલી સવારે કંપનીમાં વોચમેન હાજર હતા અને આગની ઘટના બની. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સરપંચને જાણ કરી હતી. અસાલ ગામના સરપંચે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે આવી પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર ટીમ પહોંચી એ અગાઉ જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. કંપનીમાં લગભગ 50 કરતા વધુ ટેન્કર ભરેલ કેમિકલ હતું. તે સંપૂર્ણ કેમિકલ સહિત ટેન્કરો આગમાં બળીને ખાખ થઈ હતી.10 ફાયરની ગાડીઓ બોલાવી આસપાસની કંપનીઓને નુકશાન ન થાય તે માટે આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

Next Story