/connect-gujarat/media/post_banners/6d3e7fd03e7d5da25291402e86cc248d9b10ba0e309c510167f116f480f9cc93.jpg)
ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ઓછો વરસાદ હોવાને કારણે ખેડૂતો તેમજ જિલ્લાવાસીઓ ચિંતિત બન્યા છે.જોકે સિંચાઈ માટે પાણી છોડવાના તંત્રના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે.
અરવલ્લી જિલ્લાના મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પ્રથમ પાણી છોડવામાં આવ્યું છે.પ્રથમ તબક્કામાં 125 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે આગામી સમયમાં બીજા અને ત્રીજા પાણી છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તો બાજુમાં માઝમ જળાશયમાંથી આગામી સપ્તાહમાં ત્રણ પાણી છોડવા માટેનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.મેશ્વો જળાશયમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે 52 જ્યારે માજુમ જળાશયમાંથી સિંચાઈના પાણીને કારણે 17 જેટલા ગામે વિસ્તારોને સીધો ફાયદો થશે