/connect-gujarat/media/post_banners/63d707a881cd6be08d8005f1e353661419e83d2218875cc7c337d309da1896ad.jpg)
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મોડાસા હાઈસ્કૂલથી ચાર રસ્તા થઇ કોલેજ કેમ્પસ સુધી કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર,જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક અને જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું જેમાં જીલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ, સંગઠનો,સ્વયંમ સેવક,શહેરીજનો સહીત અનેક લોકો મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ લઇને જોડાયા હતા ત્રિરંગા યાત્રાના પગલે શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું