Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: અંતિમ સંસ્કાર કરવા માટે પણ લોકોને હાલાકી, શું આવો હોય વિકાસ ?

અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

X

અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાનગૃહના પતરા નાખવાનો પણ પંચાયત કે વહીવટી તંત્ર પાસે ગ્રાન્ટ ન હોય તેવું લાગે છે, જેને લઇને સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે એક સવાલ છે. મોડાસા તાલુકl ના ભીલકુવા ગામ 1000 લોકોની વસ્તી ધરાવે છે.ગત દિવાસોમા બિપોરવાજોડા તબાહી મચાવી ત્યારે આ સ્મશાનગૃહના પતરા ઊડી ગયા હતા. હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે, અને અગ્નિ સંસ્કાર કરવા માટે લોકોને કેવી હાલાકીઓ પડતી હશે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ગામની મુલકાત કરી જવાબદાર તંત્રને કામગીરી સોંપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story