New Update
-
અરવલ્લી જિલ્લાનો બનાવ
-
ગ્રાહકે ખરીદી હતી સોડાની બોટલ
-
બોટલમાંથી નિકળી જીવાત
-
ગ્રાહકે ક્સ્ટમર કેર પર કર્યો ફોન
-
યોગ્ય જવાબ ન મળ્યો હોવાના આક્ષેપ
અરવલ્લી જિલ્લામાં ગ્રાહકે ખરીદેલી સોડાની બોટલમાંથી જીવાત નિકળતા ચકચાર મચી જવા પામી છે. સોડા પીવા જાઓ તો થઈ જજો સાવધાન.ખુલ્લી સોડા તો ઠીક હવે સીલ પેક બોટલનો પણ ભરોસો નથી કારણ કે, હવે તો સીલ પેક બોટલમાંથી પણ જીવાત નિકળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
અરવલ્લી જિલ્લામાં આવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગ્રાહક દુકાનમાં સોડા ખરીદવા માટે ગયા હતા.સોડા ખરીદી કર્યા પછી પીવા માટે બોટલ ખોલવા ગયા, ત્યાં ગ્રાહકની નજર પડી તો ગ્રાહક ચોંકી ગયા તેમાં કાળા રંગનું કંઈક દેખાતું હતું. ધ્યાનથી જોતા જીવાત જેવું લાગ્યું.તુરંત જ ગ્રાહકે કંપનીના કસ્ટમર કેર પર સંપર્ક કર્યો જોકે યોગ્ય જવાબ નહીં મળતા, હવે સોડાની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.
Latest Stories