Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: શિવરાજપૂરા કંપા ગામના 15થી વધુ ખેડૂતો હળદર-ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી તરફ વળ્યા

મેઘરજ તાલુકાના શિવરાજપૂરા કંપા ગામના 15થી વધુ ખેડૂતો હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.

X

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવરાજપૂરા કંપા ગામના 15થી વધુ ખેડૂતો હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.

ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતીક્ષેત્રે વધુ વિવિધતા છે. ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે. અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં 5 થી 8 ગણું વધું ઉત્પાદન મળે છે.ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહે છે. ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં ખેડૂતોએ સફળતા મેળવી છે.અરવલ્લીના મેઘરજના શિવરાજપુર કંપાના હરેશભાઇ પટેલ સહિતના ખેડૂતોએ 5 વર્ષ પહેલા સૌ પ્રથમ ગ્રીનહાઉસ બનાવીને મબલક ઉત્પાદન રહેતાં બીજા વર્ષે હાલમાં કુલ 20 એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું છે. ગ્રીનહાઉસમાં તેઓ વર્ષેમાં એક સીઝનમાં 1 એકરે 25 ટન ખીરા કાકડીનો પાક મેળવે છે. હરેશભાઇ પટેલ અને તેમના ભાઈઓ રસોઈની રાણી એવી સેલમ હળદરની ખેતી પણ કરે છે.કુદરતી એન્ટિબાયોટિક ગુણ ધરાવતી હળદરનો ઉપયોગ ભોજનમાં અચૂક થાય છે.અરવલ્લી જિલ્લાના ખેડૂતો જાતે જ આત્મનિર્ભર બનીને વધુ આવક રળી શકે ઉપરાંત ગામમાં રોજગારી પણ આપી શકે છે.રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડે છે.ગુજરાત રાજ્ય સરકાર તરફથી મળતા લાભ મેળવીને ખેડૂત સફળતા મેળવી રહ્યા છે.

Next Story