અરવલ્લી:  મોડાસા-માલપુર સહિતના પંથકમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. મંગળવારની મોડી રાત્રી દરમિયાન વરસાદ ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો હતો.

New Update


અરવલ્લી જિલ્લામાં  મોડાસા, ધનસુરા અને માલપુરમાં મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. મંગળવારની મોડી રાત્રી દરમિયાન વરસાદ ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો હતો. અરવલ્લીના ધનસુરા, માલપુર, મોડાસા અને અણીયોર પંથકમાં વરસાદ વરસ્યો હતો. મોડાસાના સાકરીયા અને આસપાસનાા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.અગાઉ સોમવારે ભિલોડા અને મેઘરજ તાલુકાના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યા બાદ હવે મંગળવારે, મોડાસા, ધનસુરા અને માલપુર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રી દરમિયાન વરસાદ વરસવાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે બાજરી અને જુવારના પાક કરનારા ખેડૂતોને ચિંતા વ્યાપી હતી.
Latest Stories