અરવલ્લી : 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ, લોકગાયિકા ગીતા રબારીએ સંગીતના સૂર રેલાવ્યા...

2 દિવસીય શામળાજી મહોત્સવનો યાત્રાધામ શામળાજીમાં મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ગત તા. 3 જાન્યુઆરીના રોજ રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો.....

New Update
Advertisment
  • ઐતિહાસિક મહત્વ ધરાવતા તીર્થધામમાં મહોત્સવ યોજાયો

  • 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરાયો

  • ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ સંગીતના સૂર રેલાવ્યા

  • શામળાજી મહોત્સવને માણવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

  • શામળાજીને અલગ તાલુકો બનાવવાની છે માંગ : ધારાસભ્ય

Advertisment

 રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક મહત્વ ધરાવતા તીર્થધામમાં જે તે વિસ્તારને લગતાં મહોત્સવો ઉજવાતા હોય છેતે મુજબ અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

કલા અને ભક્તિનો સમન્વય એવા 2 દિવસીય શામળાજી મહોત્સવનો યાત્રાધામ શામળાજીમાં મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ગત તા. 3 જાન્યુઆરીના રોજ રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારીએ શામળાજી મંદિર પરિસરમાં ભક્તિના સૂર રેલાવ્યા હતા.

જેમને સાંભળવા માટે આસપાસથી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની આવી હતી. શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ જણાવ્યું હતું કેયાત્રાધામ શામળાજીમાં સમગ્ર દેશભરમાંથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. બહારથી આવનાર ભક્તોને પૂરતી સુવિધા મળી રહે અને આસપાસના ગામોની જનતાને પણ વહીવટી કામકાજ માટે સુલભ રહે એ માટે શામળાજીને અલગ તાલુકો બનાવવાની માગ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

વર્ષ 2016થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છેજે આ વર્ષમાં કદાચ પુરી થઈ શકે છે. તેમના આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજીને તાલુકો બનાવવાની માગ બુલંદ થઈ છે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારરાજ્યસભા સાંસદ રમીલા બારાસંસદ શોભના બારૈયાધારાસભ્યો પીસી બરંડાધવલ ઝાલાજિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરજિલ્લા કલેક્ટરજિલ્લા વિકાસ અધિકારીશામળાજી મંદિર ટ્રસ્ટમાંથી રણવીરસિંહ ડાભીઅનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories