/connect-gujarat/media/post_banners/c07de2de2a272dd1f61a09bf569b042091f54d311bfc69eab9fcdec5a3056469.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે ત્યારે 1008 જ્યોતની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં શિવભક્તો શિવની સ્તુતિ,આરાધના કરી ભક્તિમાં લીન થતા હોય છે ત્યારે મોડાસા તાલુકાના મેઢાસણ ગામે આવેલ પૌરાણિક સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન માત્રથી મહાદેવ ભકતોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે.શ્રાવણ માસની શરૂઆતથી શિવભક્તો વિશેષ પૂજા,આરતી કરીને રામેશ્વર મહાદેવની આરાધના કરે છે .શ્રાવણ માસની અગિયારસે ભૈરવ અખાડાના બબુલજી જોષીના યજમાનપદે 1008 જ્યોતની મહાઆરતી યોજાઈ હતી.સમૂહ આરતીમાં ગુજરાતના જિલ્લાઓ સહિત વિદેશના શિવભક્તોએ શ્રધ્ધા અને આસ્થા સાથે 1008 સમૂહ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા હતા