/connect-gujarat/media/post_banners/0605f4806c15b774c9969df073ae4c1d85e3d2b040b49da9525086decddb74de.jpg)
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી હતી ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે
શંકાથી કંકાશ સર્જાય છે અને કંકાશથી કત્લેઆમ અને ગૃહ કંકાશના પગલે સતત હત્યાના બનાવો ગુજરાતમાં સર્જાય છે ક્રૂર પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કાળજા કંપાવી નાખનારો છે મેઘરજના ઇસરી નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી છે હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી.
બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા લગ્નના સુખી સંસારના ભાગરૂપે ૨૦ વર્ષીય એક પુત્ર પણ છે શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિના મગજમાં જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇટ-જેલીટીન કેપ વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ કરતા શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું જયારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ અંગે જીલ્લા પોલીસવડાને જાણ કરતા જીલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી