સુણસર ધોધનો નજારો બન્યો નયનરમ્ય
ધોધનો નજારો જોવા પ્રવાસીઓની જામી ભારે
સુણસર ધોધનું છે ધાર્મિક મહાત્મ્ય
ભૂદેવો આ સ્થાન પર બદલે છે જનોઈ
આદિવાસી સમાજ શુભ પ્રસંગ પહેલા કરે છે પૂજા
ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુણસર ધોધ સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીનું રમણીય સ્થાન બની ગયું છે. અને અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટ ઊંચેથી પડતા ધોધની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
વરસાદની ઋતુમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએ થી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે.આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે.
શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞોપવીત ધારણ કરે છે. આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે.તેવી પૌરાણિક માન્યતા રહેલી છે. આમ આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે.