અરવલ્લી : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા પ્રયાગરાજની યાત્રાનું આયોજન કરીને યાત્રીઓ સાથે કરી છેતરપિંડી

અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
  • ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે છેતરપિંડી

  • મોડાસાથી પ્રયાગરાજની યાત્રાનું કર્યું હતું આયોજન

  • 90 જેટલા યાત્રિકોએ કરાવ્યું હતું બુકિંગ   

  • રૂ.8000 ઓનલાઇન ચૂકવીને કરાવ્યું હતું બુકિંગ

  • ટ્રાવેલ્સ સંચાલક ફોન અને ઓફિસ બંધ કરીને થયા ફરાર

અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના કારણે પ્રયાગરાજ જવા માટે બુકીંગ કરાવનાર યાત્રીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા મોડાસાથી પ્રયાગરાજ,અયોધ્યા,કાશી,વિશ્વનાઉજ્જૈન સહિત 7 જેટલા ધર્મસ્થાનોની 8 દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ 8 હજાર રૂપિયા ઓનલાઇન બુકીંગ કરાવી છેતરપિંડી આચરવામાં આવી છે.મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે 10 વાગે ટ્રાવેલ્સની બસ ઉપડવાની હતી,પરંતુ સમય વીત્યા બાદ પણ ટ્રાવેલ્સ ન આવતા યાત્રાળુઓને તેઓની સાથે છેતરપીંડી થઈ હોવાનો અણસાર આવ્યો હતો, અને યાત્રુઓમાં ટ્રાવેલ્સ સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો.પ્રયાગરાજની યાત્રાનું સ્વપ્નું રોળતા યાત્રીઓએ ટ્રાવેલ્સ સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ તેની ઓફિસ તેમજ મોબાઈલ ફોન બંધ આવતો હતો.

Latest Stories