Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: બાળકોના રસીકરણમાં વાગ્યો ડંકો,15થી18 વર્ષના બાળકોનું રસીકરણ 100 ટકા પૂર્ણ

ટૂંક જ સમયમાં 15થી18 વર્ષના બાળકોના રસીકરણનું લક્ષ્ય 100 ટકા પૂર્ણ કરી રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

X

અરવલ્લી જિલ્લાએ બાળકોના રસીકરણ અભિયાનમાં ડંકો વગાડયો છે અને ટૂંક જ સમયમાં 15થી18 વર્ષના બાળકોના રસીકરણનું લક્ષ્ય 100 ટકા પૂર્ણ કરી રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

અરવલ્લી જિલ્લામાં પંદર થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ની વેક્સિનેશન કામગીરી સો ટકા પૂર્ણ કરી સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ બન્યો છે. જિલ્લામાં 15 થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના વેક્સિનેશ માટે ઝૂંબેશને પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ કામગીરી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એ ટૂંક સમયમાં પૂર્ણ કરી છે.આ માટે પંયાયત, શિક્ષણ, મહેસૂલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ માટે પ્રથમ તબક્કામાં શાળામાં હાજર વિદ્યાર્થીઓની વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.જ્યારે બીજા તબક્કામાં ગેરહાજર અથવા તો કોવિડને કારણે શાળામાં ન આવતા હોય એવા બાળકોની યાદી તૈયાર કરીને સંપૂર્ણ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. 15થી18 વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓની વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ ક્રમ આવ્યો છે

Next Story