/connect-gujarat/media/post_banners/bdc4852a0579130cc1acea78636755df238530e5b45ce695ea1ef64264e462f0.jpg)
અરવલ્લી જિલ્લાનું વધુ વસ્તી ધરાવતા ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને સ્વીકારવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
અરવલ્લી જિલ્લાનું ટીંટોઇ ગામ 12 હજારથી વધુ વસ્તી ધરાવે છે જેમાં નવીન પોલીસ સ્ટેશનમાં 62 ગામનો સમાવેશના સાથે માર્કેટ યાર્ડમાં 70 થી વધુ ગામના લોકો અનાજ લે વેચ કરવા આવે છે.ટીંટોઈ ગામમાં એસ.બી.આઇ તથા બી.ઓ.બી જેવી રાષ્ટ્રીય કૃત બેંકો આવેલી છે અને સાબરકાંઠા જિલ્લા વખતથી ટીંટોઇ જિલ્લા પંચાયત સીટની સાથે તાલુકા પંચાયતમાં ટીંટોઇ-૧ અને ટીંટોઈ -૨ તાલુકા સીટ ધરાવતું એકમાત્ર ગામ છે.ટીંટોઇ યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં 52 જેટલા ગામનો સમાવેશ આવેલો છે તથા ટીંટોઇથી માત્ર બે કિલોમીટર દૂર અમદાવાદ ઉદેપુર બ્રોડગેજ રેલ્વે લાઈનનું રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે ટિંટોઈ ગામ સુવિધાઓથી સજજ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોએ જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકને આવેદનપત્ર આપી માંગ કરી છે..