ડાંગ : ડબલ રૂપિયા આપવાની લાલચે રોકાણકારો સાથે રૂ.15.40 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ એજન્ટની ધરપકડ

આહવામાં સાત મહિનામાં ડબલ રૂપિયા આપવાની લાલચ આપી ફરિયાદી અને અન્ય લોકો પાસેથી કુલ 18.40 લાખ રૂપિયાનું રોકાણ કરાવી આરોપીએ છેતરપિંડી આચરી હતી

New Update
  • એજન્ટની એકના ડબલ કરવાની લાલચ

  • ભેજાબાજે રોકાણકારોને આપી હતી લાલચ

  • સાત મહિનામાં ડબલ રૂપિયાની આપી હતી લાંચ

  • રોકાણકારો સાથે 15.40 લાખની કરી હતી છેતરપિંડી

  • પોલીસે લગ્ન પ્રસંગમાંથી એજન્ટની કરી ધરપકડ  

ડાંગ જિલ્લાના આહવામાં સાત મહિનામાં ડબલ રૂપિયા આપવાની લાલચે રોકાણકારો સાથે રૂ.15.40 લાખની છેતરપિંડી કરતા ભેજાબાજ એજન્ટની પોલીસે ધરપકડ કરી હતી.

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 15.40 લાખ રૂપિયાની છેતરપિંડીના  ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરાવી છ મહીનામાં મુદ્દલ અને સાત મહિનામાં ડબલ રૂપિયા આપવાની લાલચ આપી ફરિયાદી અને અન્ય લોકો પાસેથી કુલ 18.40 લાખ રૂપિયાનું રોકાણ કરાવી આરોપીએ છેતરપિંડી આચરી હતી.જેમાંથી માત્ર 3 લાખ રૂપિયા પરત આપ્યા બાદ બાકીના 15.40 લાખ રૂપિયા પરત ન આપતા ગુનો નોંધાયો હતો.

હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે મળેલી બાતમી મુજબ આરોપી સંજય ધીરુભાઈ રાઠોડ  બલવાડા ગામમાં લગ્ન પ્રસંગે આવવાનો હોવાનું જાણવા મળતા એલસીબી ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories