Connect Gujarat
ગુજરાત

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યની મુલાકાતે સહેલાણીઓ ઉમટ્યા...

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઠંડીની મોસમમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છના નાના રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે.

X

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઠંડીની મોસમમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છના નાના રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કોર્મોરન્ટ, ટીલર, પેરેગ્રીન ફાલ્કન, ડેઝર્ટ ચકલી, નાઈટ જાર, ડેમોલિન સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.

કચ્છના નાના રણનો વિસ્તાર વિશાળ છે. જે 4953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. ઠંડીની ઋતુમાં આ રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે, અને રણની અંદર આ મહેમાનો આનંદ માણી રહ્યા છે, ત્યારે આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહારના લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. આ રણની અંદર પક્ષીઓને જોવા એ ભાગ્યની વાત છે. હાલમાં યુરોપ જેવા દેશોમાં વધુ બરફ પડતાં આ પક્ષીઓ અહીના રણ વિસ્તારમાં આવે છે, અને લગભગ 4 મહિના સુધી રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે, આ જગ્યાએ તેમને પૂરતો ખોરાક મળે છે.

તો બીજી તરફ, અભયારણ્ય એ પણ ધ્યાન રાખે છે કે, આ પક્ષીઓને કોઈ હેરાન ન કરે. આ દરમિયાન હજારો પ્રવાસીઓ આ રણની મુલાકાતે આવે છે. નોંધનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યા અત્યંત નહિવત હતી. આ વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આ અભયારણ્યની અંદર ભેંસોને જોવા તેમજ ઠંડીની મોસમમાં આવતા વિદેશી પક્ષીઓને જોવા માટે પણ મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે. આ વખતે વિદેશી પર્યટકો પણ અહીં ફરવા આવ્યા છે. આ સાથે ઘુડખર અભયારણ્ય દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અભયારણ્ય અધિકારી દ્વારા રણમાં આવતા વન્યજીવો, પક્ષી અને પ્રાણીઓના સંરક્ષણ અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ વખતે આ અભયારણ્યમાં બજના ટુંડી ટાવર તેમજ ધ્રાંગધ્રા જેસડા કેમ્પમાં ગુજરાતની વિવિધ શાળાઓ અને કોલેજોના 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અહી આવ્યા હતા.

Next Story