અરવલ્લી: મોડાસામાં જીવદયાપ્રેમીઓએ ગાય પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી

અરવલ્લીના મોડાસામા જીવદયા પ્રેમીઓની કામગીરી, ગાય પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી.

અરવલ્લી: મોડાસામાં જીવદયાપ્રેમીઓએ ગાય પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી
New Update

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીવદયા પ્રેમીઓ અને મેઘરજના વૈયા આશ્રમના સહિયોગથી ગાયો પર રીફલેક્ટર લગાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે ગાયો રસ્તા પર અડિંગઓ જમાવતી હોય છે ત્યારે રાત્રીના અંધારામાં અથવા તો ગાયો - વાછરડાઓ ન દેખાવાના કારણે સર્જાતા અકસ્માતને નિવારવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીવદયા પ્રેમીઓ અને મેઘરજના વૈયા આશ્રમના સહિયોગથી ગાયો પર રીફલેક્ટર લગાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી

.ચોમાસાની ઋતુમાં ગંદકી અને જીવજંતુઓના ત્રાસથી ગાયો રોડ ઉપર આવીને બેસી જતી હોય છે, જેને કારણે ઘણીવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે, જેને ધ્યાનમાં લઈ શહેરના માલપુર રોડ, મેઘરજ રોડ અને શામળાજી રોડ પર રસ્તા પર ફરતી ગાયો અને વાછરડાંઓને રીફલેક્ટર લાગવાની કામગીરી કરવામાં આવી હતી જેને કારણે ગાયો અને વાહન ચાલકો બંનેને ફાયદો થશે.

#Modasa #Arvalli #Cow #Reflector
Here are a few more articles:
Read the Next Article