Connect Gujarat
ગુજરાત

'અષાઢી બીજ' કચ્છનું નવું વર્ષ; કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું

‘અષાઢી બીજ’ કચ્છીમાડુંઓ માટે છે નવું વર્ષ, કચ્છી હાલારી સંવત 2078 નો થયો પ્રારંભ.

X

કચ્છ એટલે હેતાળ પ્રદેશ, સુકો પ્રદેશ પણ દરિયાદિલ પ્રદેશ, પ્રેમાળ કચ્છીમાડુઓ આજે નવું વર્ષ ઉજવી રહ્યાં છે. ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ એવા પ્રાચીન અને સરહદી જિલ્લા કચ્છ માટે આજથી નવું વર્ષ શરૂ થયું છે. અષાઢી બીજ કચ્છી પરંપરાનું નવું વર્ષ છે.

અષાઢી બીજ તહેવારના નામ માત્રથી વિશ્વભરમાં રહેતા કચ્છી માડુના મન પુલકિત થઇ ઉઠે છે. સામાન્ય રીતે ભારતમાં અષાઢી બીજનો દિવસ રથયાત્રા દિન તરીકે ઓળખાય છે પણ કચ્છીઓ માટે એ નવું વર્ષ છે. સોમવારે અષાઢના બીજા દિવસે કચ્છ જ નહીં દેશ-દેશાવરમાં નૂતન વર્ષ ઉજવવા થનગનાટ છે પરંતુ સતત બીજા વર્ષે કોરોના મહામારીએ લાદેલી પાબંદીઓ ઉત્સવ ઉજવવામાં નડશે. આ અષાઢી બીજે કચ્છી હાલારી સંવત 2078નો પ્રારંભ થઈ રહ્યો છે. વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી. ત્યારથી અષાઢી બીજ ઉજવાય છે અને નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથીથી કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે.

રાજાશાહીના સમયમાં આજના દિવસે નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરાતું હતું. બખ મલાખડો, સફેદ રણ, કાળો ડુંગર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, રવેચીધામ, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર, કચ્છી ભરત સહિત અનેક બાબતોથી કચ્છ પ્રદેશ સૌથી અલગ તરી આવે છે અને તેથી જ કચ્છી પ્રજા ખમતીધર પ્રજા તરીકે ઓળખાય છે.

અષાઢી બીજનું મહત્વ અનેક ઘણું છે કચ્છમાં વર્ષોથી અષાઢી બીજ પર્વ ઉજવવામાં આવે છે. અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત ખાતે પૂજ્ય સંત ત્રિકમદાસજી મહારાજને ભાવિકોએ મીઠું મોઢું કરાવીને એકમેકને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અંજાર ખાતે આવેલ સચિદાનંદ મંદિર ખાતે ભાવિકોએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

Next Story