Connect Gujarat
ગુજરાત

અષાઢી સુદ પૂનમ; રાજ્યમાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરાય, ભક્તોએ ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી.

X

અષાઢી સુદ પુનમ શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર મહાપુરુષ એટલે ગુરુ અને આજે રાજ્યભરમાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષથી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને પગલે ગત વર્ષે આ મહાપર્વની ઉજવણી થઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં હોય જેને પગલે સરકાર-તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનના પાલન સાથે ઉજવણી કરવાની છુટછાટ જાહેર કરી છે, ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં ભાવનગર ખાતે દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે જગ વિખ્યાત સંત શિરોમણી પૂ. બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂ આશ્રમ બગદાણા ધામ ખાતે આ વર્ષે ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ગુરૂપૂનમની ઉજવણી તદ્દન સાદગીપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવીએ હતી. ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

તો આ તરફ કચ્છનાં અંજારમાં સતાપર ગોવર્ધન પર્વત ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે ભક્તોને આર્શીવચન પાઠવ્યા હતાં. ગુરુપૂર્ણિમા નિમિતે અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજનું ભાવિકો દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું, આ તકે ક્ચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો આવ્યા હતા.

ખેડામાં સુપ્રસિધ્ધ નડિયાદના સંતરામ મંદિરના આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે ભક્તોએ અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધી અને દીવી અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

હાલોલના નારાયણ ધામ તાજપુરા ખાતે કોરોનાની મહામારીના પગલે ગુરુપૂર્ણિમા સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહી છે. તાજપુરા ખાતે આવેલ ભ્રમલીન પ.પૂ.નારાયણ બાપુની સમાધિ ખાતે ભાવિક ભક્તોએ વર્ચ્યુયલી ગુરુવંદના ધન્યતા અનુભવી હતી.

તો આ તરફ જામનગર શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની સાથો-સાથ ક્રુષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક પર્વ ગુરુપૂર્ણિમાનો વિશેષ કાર્યક્રમ આજરોજ ગુરુવંદના, ગુરુપૂજન દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામા આવ્યા હતા.

Next Story
Share it