રમવા કુદવાની ઉમરે વડોદરાની બે દીકરીઓએ હિમાલય સર કરી સિદ્ધિ હાંસલ કરી

વડોદરા શહેરની માત્ર આઠ જ વર્ષની બે બાળકીઓએ હિમાલય પર્વતના બૂરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

New Update
રમવા કુદવાની ઉમરે વડોદરાની બે દીકરીઓએ હિમાલય સર કરી સિદ્ધિ હાંસલ કરી

વડોદરા શહેરની માત્ર આઠ વર્ષની બે બાળકીઓ રાયના પટેલ અને સનાયા ગાંધી, બંનેએ હિમાચલમાં 15 હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ કરીને કઠીન સિદ્ધિ હાંસલ કરી છે.

વડોદરા શહેરની માત્ર આઠ જ વર્ષની બે બાળકીઓએ હિમાલય પર્વતના બૂરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરાની નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બંને છોકરી રાયના પટેલ અને સનાયા ગાંધી ખૂબ ઉત્સાહી પર્વતારોહકો છે અને અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે. કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ 2020માં ઉત્તરાખંડના કેદારકાંઠા અને 2021માં કાશ્મીરના તરસર માનસર અને અત્યારે બુરાન ઘાટી પાસ સફળતાપૂર્વક આરોહણ કર્યું છે.

બંને દીકરીઓએ હિમાચલની લોકલ ટ્રેકિંગ કંપનીની સલાહ અને પરવાનગી લઈને પર્વતારોહણમાં સફળતા મેળવી છે. કારણ કે બાળકીઓ માત્ર આઠ વર્ષની જ છે અને તેના સપોર્ટ માટે કુલ 13 સભ્યો તેમની સાથે હતા, તેમ છતાં ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓએ 12 જુને ટ્રેકીંગ શરૂ કર્યું હતું. 6 કલાક ચઢાણ પછી દયારથચમાં રોકાયા હતા. 13 મી જૂને લગભગ 4 કલાક સુધી ટ્રેકિંગ કરીને લેથમ રોકાયા. 14મી જૂને 2 મીટર મંઝીલ કાપ્યા બાદ લેથમ કેમ્પમાં રોકાવા માટે પાછા ફર્યા. 15 મી જૂને ઉપરદાંડા સુધી ગયા. 16 મી જૂને સવારે 8 વાગ્યે તેઓ મુકામ સુધી પહોચ્યા હતા. જે શિખર બુરાન ઘાટી તરીકે ઓળખાય છે. વૉકિંગ, રેપલિંગ અને સ્નો સ્લાઇડિંગ દ્વારા મુખ્ય બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા. આટલી નાની ઉંમરમાં બાળકો સામાન્ય રીતે રમવામાં, ગેમ ઝોનમાં કે કાર્ટુન જોવામાં મશગુલ હોય છે એ ઉમરમાં આ બંને બાળકોઑ કપરી સિદ્ધિ હાંસિલ કરી શકી છે.

Latest Stories