બુટલેગર સાથે ઝડપાયેલ સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીના જામીન રદ્દ

કરછમાં હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે

New Update

કરછમાં હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે

કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં બુટલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા. પરંતુ, લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભચાઉની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આ આદેશ સામે પોલીસે ભચાઉની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની ગઈકાલે થયેલી સુનાવણી બાદ આજે લેડી કોન્સ્ટેબલને પહેલાં મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. આદેશના પગલે હવે ફરી લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે.

#Gujarat #CGNews #Kutch #constable #bail #Cancel #Nita Chaudhary
Here are a few more articles:
Read the Next Article