બનાસ ડેરીનું સિમેન સેન્ટર પશુપાલકો માટે આશીર્વાદરૂપ,સેક્સ શોર્ટીંગ મશીનથી વાછરડીના જન્મનાં દરમાં થશે વધારો

બનાસ ડેરીના દામા સીમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા સ્વદેશી સિમેન સેક્સ શોર્ટીંગ મશીન, બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે. જેના પગલે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધશે

New Update
  • બનાસ ડેરીના સિમેન સેન્ટરનો થયો છે પ્રારંભ

  • દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટીંગ મશીન

  • આ સેન્ટર પશુપાલકો માટે આશીર્વાદરૂપ

  • વાછરડીની જન્મની શક્યતામાં થશે વધારો

  • દૂધ ઉત્પાદનમાં પણ થશે વૃદ્ધિ

બનાસકાંઠાની બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના કારણે વાછરડીની જન્મની શક્યતા 90 ટકા વધશે. આ સંશોધનથી ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રખડતા ઢોરની સમસ્યાના નિયંત્રણ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે,અને પશુપાલકો માટે પણ આ મશીન આશીર્વાદરૂપ પુરવાર થશે.

બનાસ ડેરીના દામા સીમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા સ્વદેશી સિમેન સેક્સ શોર્ટીંગ મશીનબળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે. જેના પગલે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધશે. પરિણામે દૂધાળા પશુઓની સંખ્યા વધશે. હાલનેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની'GauSort' ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત-સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે.

ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકીની એક બનાસ ડેરી ચાર લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. ગીર અને સાહિવાલ જેવી વધુ દુધ આપતી જાતિને પ્રોત્સાહન માટેના પ્રયાસો પહેલાથી જ સમગ્ર પ્રદેશમાં થયા છે. જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ  નોંધાઈ છે.

કુલ વીસ એકરમાં ફેલાયેલુંદામા સિમેન સેન્ટર આશરે વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન ડોઝનું ઉત્પાદન કરે છે. આ દરેક ડોઝને સીમન સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. પશુપાલકોને વિતરણ કરતા પહેલા તેને 30 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે.

બનાસ ડેરીના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત રૂપિયા 100 છેઆવનાર સમયમાં તે ઘટીને રૂપિયા ૫૦ થશે. જેનાથી સરવાળે લાખો પશુપાલકોને લાભ થશે.આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન-ધોરણ વધુ ઉન્નત બનાવશે.

Read the Next Article

ભરૂચ: રહાડપોર ગામના મિલન નગરમાં બિસ્માર માર્ગ- ઉભરાતી ગટરની સમસ્યા, સ્થાનિકોએ પ્રશ્નના નિરાકરણની કરી માંગ

ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

New Update
  • ભરૂચ શહેરને અડીને આવેલું છે રહાડપોર ગામ

  • મિલન નગર સોસાયટીમાં સમસ્યા

  • બિસ્માર માર્ગના કારણે મુશ્કેલી

  • ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ

ભરૂચ શહેરને અડીને આવેલ રહાડપોરની મિલન નગર સોસાયટીના રહીશો બિસ્માર માર્ગો અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલન નગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે  મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે. રહીશોએ તંત્ર પાસે પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.