Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : સમણવા ગામનું સુકાન સંભાળશે 21 વર્ષીય કાજલ ઠાકોર, પિતા છે કોન્ટ્રાકટર

રાજયમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુકયાં છે ત્યારે એક વાત સામે આવી છે કે મતદારોએ યુવાનોને સૌથી વધારે પસંદ કર્યા છે

X

રાજયમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુકયાં છે ત્યારે એક વાત સામે આવી છે કે મતદારોએ યુવાનોને સૌથી વધારે પસંદ કર્યા છે. સાબરકાંઠાના સમણવા ગામે 21 વર્ષીય યુવતી સરપંચ તરીકે ચુંટાઇ આવી છે......

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામે 21 વર્ષીય કાજલ ઠાકોર સરપંચ તરીકે ચુંટાય આવી છે. કાજલ ઠાકોરના અભ્યાસની વાત કરવામાં આવે તો તેણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા રતનજી ઠાકોર કોન્ટ્રાકટર છે. તેમણે સતત પ્રયત્નશીલ રહીને દીકરીને રાજકીય ક્ષેત્રે સક્રીય ભૂમિકા અદા કરવા માટે પ્રેરણા આપી હતી. ગ્રામ પંચાયતની ચુંટણીની જાહેરાત થતાંની સાથે કાજલે સરપંચ તરીકે ઉમેદવારી કરવાનું નકકી કર્યું હતું. રવિવારે ગામલોકોએ ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન કર્યું હતું. મંગળવારે શિહોરી રતનપુરા મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલ મતગણતરીમાં તેણે 105 મતોથી વિજય મેળવ્યો હતો.તેમના ટેકેદારો અને સમર્થકો સાથે પરીવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ગરીબ પરીવારમાંથી આવતી ઠાકોરની દીકરીએ સમગ્ર ગુજરાત માં નામ રોશન કરીને ગામનું ગૌરવ વધાર્યું છે.

Next Story