બનાસકાંઠા : આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કોરોના સામે જંગ જીતવા માટે સજ્જ,10 ICU બેડ,આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો

New Update
  • કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો

  • આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા પગલા

  • આદ્યશક્તિ હોસ્પિટલને કરાઈ સજ્જ

  • 10 ICU વોર્ડ,આઇસોલેશન વોર્ડ કરાયા સજ્જ

  • દવા સહિત ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે,અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ તેમજ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું છે. આ સાથે શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત જ નહિ પણ વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.ત્યારે કોરોના જેવી બાબતને લઈને અંબાજીનું સબ ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છેઅંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

કોરોના દહેશતને પગલે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અદ્યતન બે પ્લાન્ટ સહિત એક્સ્ટ્રા ઓક્સિજનની બોટલો પણ હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે.કોરોનાની ગમે તેવી પરિસ્થિતિમાં પણ દર્દીને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા અંબાજીની આ જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

Latest Stories