બનાસકાંઠા : જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનની અસર,50 ગુજરાતી યાત્રીઓ રામબનમાં ફસાયા,સૌ સલામત હોવાનો તંત્રનો દાવો

 જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ખરાબ હવામાનને કારણે ભારે તારાજી સર્જાઈ છે,આભ ફાટવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત પણ નિપજ્યા છે,

author-image
By Connect Gujarat Desk
New Update
  • જમ્મુ કાશ્મીરમાં કુદરતી કહેરનો મામલો

  • ભૂસ્ખલન થતા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

  • પાલનપુર અને ગાંધીનગરના 50 યાત્રીઓ ફસાયા

  • ફસાયેલા યાત્રીઓએ આર્મી કેમ્પમાં લીધો આસરો

  • તમામ યાત્રીઓ હેમખેમ અને સુરક્ષિત

જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ખરાબ હવામાનને કારણે ભારે તારાજી સર્જાઈ છે,આભ ફાટવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત પણ નિપજ્યા છેત્યારે ગુજરાતના 50 યાત્રીઓ પણ રામબનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે,અને તમામ હેમખેમ હોવાનું તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા હવામાને સૌની ચિંતામાં વધારો કર્યો છે,આભ ફાટવાની ઘટનાએ સર્જેલી તારાજી બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવતા પ્રવાસીઓમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે,જ્યારે ગુજરાતના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા યાત્રીઓ પણ ખરાબ હવામાનને કારણે રામબનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે,જેને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત છે.ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે ફસયેલા ગુજરાતી પ્રવાસીઓને પરત હેમખેમ ગુજરાત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર સતત જમ્મુ કાશ્મીરના રામબન તંત્રના સંપર્કમાં છે.તેમજ હાલમાં તમામને આર્મી કેમ્પમાં આસરો આપવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

જૂનાગઢ : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણના કૌભાંડથી ખળભળાટ,બારોબાર બિયારણ વેચી દેવાયું હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.

New Update

ભેસાણમાં મગફળીના બિયારણ કૌભાંડનો મામલો

સરકારી બિયારણ બારોબાર વેચી મારવાનો આક્ષેપ

જાગૃત નાગરિક અને એડવોકેટે કૌભાંડ અંગે કર્યો આક્ષેપ

500 બોરી બીજ વેચવામાં આવ્યા હોવાની કરી ફરિયાદ

મંડળી અને ગોડાઉન સંચાલકોએ આક્ષેપોને નકારી કાઢ્યા 

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ગામના જ રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તેમજ એડવોકેટ સંજય કાપડિયા નામના ખેડૂતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તડકા પીપળીયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા 500 બોરી બીજ  ગોંડલ  માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો,જે અંગે તપાસ કરવામાં આવતા થોડો બિયારણનો જથ્થો ગોંડલ વેચી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું,જ્યારે હજુ કેટલોક બિયારણનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન માલિક કે જેને ત્યાં બિયારણની બોરીઓ પડેલી છે,તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતોએ સાચવવા મુકેલી છે તેમજ શત્રભુજ પેઢીના ચેરમેન વસંત પટોળિયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે  નિયમ અનુસાર 1650 ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. જેના આધારકાર્ડ અને બીજ વિતરણ ફોટાઓના પુરાવા પણ હોવાનું જણાવીને તેઓએ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.

મગફળીના બિયારણ બારોબાર વેચી મારવાના કૌભાંડના આક્ષેપ સામે ગોડાઉન માલિક અને ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને આ પ્રકારની કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવી રહ્યા છે,અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તેઓએ કહી રહ્યા છે.