/connect-gujarat/media/post_banners/694400fc96f083c7844e133836f3a0d1489bfae220515aa19d3da23143217fbb.jpg)
બનાસકાંઠાના ડીસાના લોકો માટે શનિવારના રોજ એક રાહતના સમાચાર આવ્યાં હતાં. ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે 222 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં રાજયના સોથી લાંબા એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા ૨૭ નંબર નેશનલ હાઈવે ઉપર ટ્રાફીકની સમસ્યાઓનો અંત લાવવા માટે ૨૨૨ કરોડના ખર્ચે ૩.૭ કિલોમીટર લાંબો વિધાઉટ લુપ એલિવેટર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું શનિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિતના મહેમાનોની હાજરીમાં ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
નવા બ્રિજના કારણે કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. આ બ્રિજ ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટર ઓવરબ્રિજ છે. ઓવરબ્રિજ ઉપર ચાલતાં વાહનોની સમાંતર જ નીચેનો રસ્તો પણ ચાલુ રહે તે રીતની ડિઝાઇનથી તૈયાર કરેલા બ્રિજને એલિવેટેડ બ્રિજ કહે છે. ૮૦૦૦૦ ઘન મીટર કોન્ક્રીટ અને ૧૦૫૦૦ મેટ્રિક ટન લોખંડનો વપરાશ આ બ્રિજના નિર્માણમાં થયો છે. લોકાર્પણ અવસરે ડીસા ખાતે આયોજીત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો હાજર રહયાં હતાં.