બનાસકાંઠા : વિસ્ફોટક પદાર્થમાં ભડકો થતાં ફટાકડા ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5થી વધુ શ્રમિકના મોતની આશંકા..!

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા. તો બીજી તરફ, આ ઘટનામાં 5થી વધુ શ્રમિક

New Update

ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા ફેક્ટરીની ઘટના

ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા

5થી વધુ શ્રમિકના મોત થયા હોવાની આશંકા

ઘટના અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાય

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા. તો બીજી તરફઆ ઘટનામાં 5થી વધુ શ્રમિકના દાઝી જતાં મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકના દાઝી જતાં મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે. બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં ભીષણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ108 ઈમરજન્સી સેવાની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ હતી. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની પણ શક્યતા સેવાઇ રહી છે. મળતી માહિતી અનુસારદિપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકેફેક્ટરી માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધી છે કેનહીં તે હજુ જાણી શકાયું નથી. તો બીજી તરફનાયબ મામલતદાર સહિત ચીફ ઓફિસર પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories