બનાસકાંઠા: માત્ર 20 રૂપિયાની લેવડ દેવડ બાબતે મિત્રોએ જ કરી મિત્રની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

છરીના ઘા મારી યુવકની હત્યા મિત્રોએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ નજીવી બોલાચાલીમાં મિત્રોએ બદલો લીધો

New Update
બનાસકાંઠા: માત્ર 20 રૂપિયાની લેવડ દેવડ બાબતે મિત્રોએ જ કરી મિત્રની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

બનાસકાંઠાના ડીસામાં માત્ર ૨૦ રૂપિયાની નજીવી રકમ બાબતે મિત્રોએ જ મિત્રની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે, પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસામાં માત્ર ૨૦ રૂપિયાની નજીવી રકમ મોતનુ કારણ બની છે.ડીસાના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતા નવીન માજીરાણાએ તેના મિત્રો પાસે માત્ર ૨૦ રૂપિયા ઉછીના માંગ્યા હતાં જોકે મિત્રોએ પૈસા ન આપતાં નવીને અપશબ્દો બોલ્યા હતા.

ત્યારે ૨૬મે ના રોજ નવીન સાથે થયેલી બોલાચાલી બાદ બંને મિત્રોએ નવીનની હત્યા કરવાનું મન બનાવી લીધું અને બંને મિત્રોએ અન્ય બે મિત્રો સાથે મળીને નવીનની હત્યાનો પ્લાન ઘડી લીધો.અને નવીનને વિશ્વાસમાં લઈ બાઈક પર બેસાડી સરકારી વસાહતનામાં લઈ જઈ ચાર મિત્રોએ ઉપરા ઉપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા. ડીસા ઉત્તર પોલીસે હત્યારા મિત્ર પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણાની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.અને અન્ય બે કિશોર વયના હોવાથી બાળ રિમાન્ડ રૂમમાં મોકલાયા છે. 

Latest Stories