બનાસકાંઠા : કરાટે ચેમ્પિયનશીપમાં પીરોજપુરાની દીકરીએ મેડલ મેળવ્યો, જિલ્લાનું ગૌરવ વધાર્યું…

દેશની મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી સફળતાના શિખરો સર કરી રહી છે

New Update
બનાસકાંઠા : કરાટે ચેમ્પિયનશીપમાં પીરોજપુરાની દીકરીએ મેડલ મેળવ્યો, જિલ્લાનું ગૌરવ વધાર્યું…

દેશની મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી સફળતાના શિખરો સર કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ કરાટે ચેમ્પિયનશીપમાં મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સામાન્ય પરિવારની તબસ્સુમ મિરે તાજેતરમાં જ ઉદયપુર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચેલેન્જ સાથે સિલ્વર મેડલ હાંસિલ કર્યો છે. એટલું જ નહીં, તબસ્સુમ મિર સુરત ખાતે યોજાયેલી સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ તેમજ ચંડીગઢ ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે. પીરોજપુરાની બાલવા શાળામાં ઈંગ્લીશ મિડિયમથી તબસ્સુમ મીરે અભ્યાસની શરૂઆત કરી હતી, ત્યારે શાળામાં યોજાતી વિવિધ સ્પોર્ટ્સ ગેમમાં તબસ્સુમ ભાગ લેવા લાગી હતી. સમય જતાં જિલ્લા લેવલની રમતોમાં જીત મેળવ્યા બાદ તબસ્સુમને કરાટે શિખવામાં શોખ જાગ્યો હતો, ત્યારે શિક્ષકોના સહયોગથી તબ્બસુમે તેના સફરની શરૂઆત કરી હતી.

Latest Stories