Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : આધેડને હનીટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત 5 લોકોની પોલીસે કરી ધરપકડ...

કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના આધેડને હનીટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત 5 લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના આધેડને હનીટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત 5 લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના 55 વર્ષીય મગન રબારીને ભાનુ અને નેમાએ થરા-રૂની રોડ પર પોતાની ખેતીની જમીન વેચવા જવાનું કહીને બોલાવ્યા હતા, જ્યાં કિરણજી ઠાકોરના ઘરે ભાનુ સાથે ફોટા ક્લિક કર્યા હતા. કિરણજી ઠાકોરે મગન રબારીને પકડી લીધા બાદ સંજય નામના ઇસમે ચપ્પુ બતાવી તેમના અશ્લીલ ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. અને જો તે રૂ. 1 લાખની ખંડણી ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ મગન રબારી પાસેથી બળજબરી પૂર્વક રોકડ રકમ તેમજ મોબાઈલ અને બાઇક લઇ આરોપીઓ નાસી છૂટ્યા હતા, ત્યારે પોતાના સાથે બનેલી ઘટના બાદ મગન રબારીએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે 2 સહિત 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story