Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : મહિલાઓના ફોટા પાડતાં 2 ભિક્ષાવૃત્તોને ઘાઘરો-ચોળી અને ચંપલનો હાર પહેરાવી ગામલોકોએ આપી સજા...

વાવ તાલુકાના તીર્થગામમાં વાદી સમાજ દ્વારા વિરોધ, ભિક્ષાવૃત્તિ કરતાં 2 લોકોએ મહિલાના ફોટા ક્લિક કર્યા.

X

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીર્થગામમાં 2 યુવકો ભિક્ષાવૃત્તિ કરતી વેળા પોતાના મોબાઈલમાં મહિલાઓના ફોટા પાડતા ઝડપાય ગયા હતા. બનાવના પગલે ગામલોકોએ તેમના સમાજના લોકોને જાણ કરતાં ગામલોકોની માફી મંગાવી બંને યુવકોને સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી અને જૂતાનો હાર પહેરાવી 50 હજાર રૂપિયાનો દંડ કરી તેમના પરિવારને 1 વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.

મળતી માહિતી અનુસાર, રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે, અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જેમાંથી 2 યુવકો વાવના તીર્થગામે ગયા હતા, જ્યાં અનાજ માગતા પોતાના મોબાઈલમાં બેન દીકરીઓના ફોટા પાડતાં ગામલોકોના નજરે ચડી ગયા હતા. જેને લઇને ગામલોકોએ તેમને પકડી મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરાવી તેમના સમાજના આગેવાનોને બોલાવ્યા હતા. જેને લઇને આગેવાનો દ્વારા ગામલોકોની માફી માગી તેમને વાવ લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ સમાજના આગેવાનો ભેગા મળી તેમને કરેલ ભૂલને લઇને સ્ત્રીઓના વસ્ત્ર તેમજ જૂતાઓના હાર પહેરાવી તેમના પરિવારોને સમાજમાંથી બહાર કરી 50 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. આ અંગે સમાજના આગેવાનએ જણાવ્યું હતું કે, "અમારે જમીનો નથી, અમે ગામે ગામ ફરી ઘરે ઘરે દાણા માગી પેટ ભરીએ છીએ. આ બંને યુવકોએ ધંધા માથે પાટું મારે તેવું કર્યું છે.

એટલે તેમને સજા કરી છે. 1 વર્ષ પછી સમાજના આગેવાનો ભેગા થશે, ત્યારે લાગશે તો તેમને સમાજમાં પાછા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Next Story