ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા અને પહેલાં મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિનું જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાચી યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવી છે. નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે. નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે.ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય પણ રહી ચૂક્યા છે.
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને મળ્યા પહેલાં મહિલા કુલપતિ મળ્યાં, RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતાં ડો. નીરજા ગુપ્તાની પસંદગી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે.
New Update