છેલ્લા ઘણા સમયથી પાવરગ્રીડ પ્રોજેક્ટ સામે વિવાદ
ભારતીય કિસાન સંઘ આવ્યું અસરગ્રસ્ત ખેડૂતોના પડખે
ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે બેઠકનું આયોજન
ખેડૂતોને માર્ગદર્શન આપી યોગ્ય વળતર મુદ્દે રણનીતિ
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય
વલસાડમાં ચાલી રહેલ પાવરગ્રીડ પ્રોજેક્ટને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાય હતી. જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપી યોગ્ય વળતર મળે તે હેતુસરની રણનીતિ ધડવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી પાવરગ્રીડ પ્રોજેકટને લઈને ખેડૂતો અને પાવરગ્રીડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના વળતર અને જમીન સંપાદનના પ્રશ્નોને લઈને પણ અનેક વાર વિવાદો થતા, હવે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જંત્રી, સરકારી બજાર કિંમત સહિત વળતરમાં આવતી વિસંગતતાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની જમીનમાં કામગીરીને લઈને પણ ખેડૂતોએ રોષ વ્યકત કર્યો હતો.. આ સાથે જ હવે આગામી દિવસોમાં વળતર ન ચુકવવામાં આવે તો કામગીરી પણ અટકાવવામાં અટકાવી ઉગ્ર આંદોલનની રણનિતી તૈયાર કરવામાં આવી હતી.