કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા જેલનું સહિયારુ આયોજન
જેલ સંકુલમાં 700થી વધુ રોપાઓનું કરવામાં આવ્યું વાવેતર
વૃક્ષોનું જતન કરી લોકોમાં પર્યાવરણ બચાવોનો સંદેશો અપાયો
પર્યાવરણ બચાવોના સંદેશ સાથે સમગ્ર ભરૂચ જિલ્લામાં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જિલ્લા જેલ સંકુલમાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700થી વધુ રોપાનું વાવેતર કરી તેનું જતન કરવા સાથે પર્યાવરણ બચાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓએ સમગ્ર જિલ્લા જેલનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી, એડવોકેટ જે.વી.પટેલ, એડવોકેટ જે.બી.કાયસ્થ, ભરૂચ જિલ્લા જેલના જેલર નરેન્દ્ર રાઠોડ, ઇન્ચાર્જ જેલર સી.પી.વસાવા, પ્રયોશા સંસ્થાના હોદ્દેદારો તથા જેલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.