ભરૂચ: ખોજબલ ગામે ઝાડ પર લટકી યુવકે આયખું ટુંકાવ્યું

New Update
આપઘાત

વાગરા તાલુકાના ખોજબલ ગામે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઇ વાગરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. 

સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વાગરા તાલુકાના ખોજબલ ગામે ખેતરમાં ઝાંબુડાના ઝાડ ઉપર કોઈ ઇસમની લાશ લટકતી હોવાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા ઝાંબુડાના ઝાડ ઉપર ચૂંદડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક ઇસમની લાશ લટકતી નજરે પડી હતી.

પોલીસે લાશને નીચે ઉતારી જોતા મરણ જનારે પોતાની જાતે જીવનલીલા સંકેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું.બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા. પોલીસ તપાસમાં મરણજનાર ઈસમ મૂળ જૂનાગઢના વાડાસીમડી ગામનો અને હાલ ખોજબલમાં રહેતો કલ્પેશભાઈ રણછોડભાઈ દાસડીયા ઉ.વ.33 હોવાનું બહાર આવ્યું હતું. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે. તે જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પી.એમ કરાવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories