ભરૂચ: દહેજના રહિયાદ ગામેથી કિશોરીને 7 વર્ષ અગાઉ લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની ધરપકડ !

ભરૂચના દહેજના રહીયાદ ગામેથી સાત વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કીશોરીને ભગાડી જનાર ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી

New Update
IMG-20241216-WA0116
કાયદેસરભરૂચના દહેજના રહીયાદ ગામેથી સાત વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કીશોરીને ભગાડી જનાર ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહીલા અત્યાચાર સબંધીત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી  પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન  દહેજના રહિયાદ ગામેથી સાત વર્ષ અગાઉ લગ્નની લાલચે કિશોરીને ભગાડી જનાર આરોપી હાલ વડોદરાના સાવલી નજીક રહેતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડા પાડી સાવલી નજીક આવેલ ચર્ચમાંથી આરોપી કસના  કટારાની અપહત કિશોરી સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે