New Update
/connect-gujarat/media/media_files/2024/12/22/2hwmPTLQB1qBm5g547wu.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે કવચીયા ગામમાં મંદિર ફળીયામા રહેતો દલસુખ વસાવા તેના ઘર પાસે ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી રહ્યો છે જે બાતમી આધારે કવચીયા ગામે મંદીર ફળીયામાં રેડ કરતા રૂ. ૧૭,૯૯૦/- ના મુદ્દામાલ સાથે આરોપી દલસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે