ભરૂચ: ઘરમાં સુતેલા યુવાન પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવાનો કર્યો પ્રયાસ, પોલીસે તપાસ શરૂ કરી

New Update
ભરૂચ: ઘરમાં સુતેલા યુવાન પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવાનો કર્યો પ્રયાસ, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચનો ચકચારી બનાવ

ઘરમાં સુતેલા યુવાન પર જીવલેણ હુમલો

બુકાનીધારી શખ્સએ જીવતો સળગાવાનો પ્રયાસ કર્યો

યુવાનને સારવાર અર્થે ખસેડાયો

પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો.આ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે બુકાનીબાંધી તેના ઘરનો દરવાજો ખખડાવી જેવો જ કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના પર પેટ્રોલ ભરેલી પોટલી તેના મારી તરત જ સળગતો દીવો નાખતા કિશન કઈ સમજે તે પહેલાં જ ભડભડ સળગવા લાગ્યો હતો. તે સળગતો ફળિયામાં દોડતા ત્યાંના સ્થાનિકોએ તાત્કાલિક ધાબળા વડે તેની આગ ઓલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ બી ડીવીઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી સીસીટીવી ફુટેજ મેળવી આરોપીના સઘડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.હુમલો કયા કારણોસર થયો એ હજુ સત્તાવાર બહાર આવ્યું નથી

Latest Stories