Connect Gujarat
ગુજરાત

ભરૂચ: અંકલેશ્વર માંથી ATS એ પકડેલા બે આતંકવાદીઓને મૃત્યુ આજીવન કારાવાસની સજા

X

અંકલેશ્વરમાંથી બે આતંકીઓ ઝડપાયા હતા

વર્ષ 2017માં મામલો આવ્યો હતો સામે

કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો

બન્ને આતંકીઓને આજીવન કેદની સજા

ગુજરાત એન્ટી ટેરીરિસ્ટ સ્કવોર્ડ ATSએ ISISનાં બે આતંકીની અંકલેશ્વર માંથી ધરપકડ કરી હતી.ઓક્ટોબર ૨૦૧૭માં આ બંન્ને આંતકવાદીઓ ઝડપાયા બાદ આ કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો,અને કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને બંને આંતકવાદીઓને આજીવન કારાવાસ છેલ્લા શ્વાસ સુધી જીવે ત્યાં સુધી કખત કેદની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઓક્ટોબર ૨૦૧૭માં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ ATS દ્વારા અંકલેશ્વર માંથી આતંકવાદીઓને દબોચી લીધા હતા,જેમાં મોહમદ કાસીમ સ્ટિમ્બરવાલા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ઇકો ટેક્નિશિયન તરીકે જોબ કરતો હતો,જયારે ઉબૈદ અહેમદ બેગ મિર્ઝા એ કાયદાનો અભ્યાસ કરીને સુરત જિલ્લા કોર્ટમાં ફોજદારી વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો.

બંને આતંકી અબ્દુલા અલ ફૈઝલ થી પ્રભાવિત હતા.આ આતંકીઓનો અમદાવાદમાં હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. બંને જમૈકા જવાના હતા ત્યાર પહેલા જ એટીએસ દ્વારા બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અંગેનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા ધારદાર દલીલો રજુ કરવામાં આવી હતી,અને સમગ્ર કેસ દરમિયાન વકીલ પરેશ પંડ્યા દ્વારા સરકાર તરફે ૭૫ સાક્ષીઓ ને તપાસવામાં આવ્યા હતા. સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખીને નામદાર અંકલેશ્વર ના બીજા એડિશનલ ડીસ્ટ્રીક . એન્ડ સેશન્શ જજ વી.જે કલોતરા સાહેબે બંને આતંકવાદીઓ ને આજીવન કારાવાસ છેલ્લા શ્વાસ સુધી જીવે ત્યાં સુધી ની સખ્ત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Next Story