/connect-gujarat/media/post_banners/6dc1fddae151d44384fdbeedec8788403eee5c204f09323c269c7f0a0915f74f.jpg)
અતિથિ રિસોર્ટ ખાતે કારનો કાચ તોડી લાખોની ચોરી,
ગઠિયાઓ ચોરી કરી ફરાર
અમદાવાદના સોની પરિવારની ગાડીને ગઠિયાએ નિશાન બનાવી
સીસીટીવી ઘટના સમયે બંધ હોવાનો ઘટસ્ફોટ
નબીપુર પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ભરુચના અતિથિ રિસોર્ટ ખાતે આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના સોની પરિવાર પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન બપોરના 3 વાગ્યાના અરસામાં તેમને પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને 4 વાગ્યાના અરસામાં તેઓએ ગાડી પાસે જઈ જોતા તે અચંબિત થઈ જવા પામ્યા હતા.
સમૂહ લગ્નનો લાભ ઉઠાવી ગઠિયાઓ અમદાવાદના સોની પરિવારની ગાડીને નિશાન બનાવી કાચ તોડી લાખોની ચોરી કરી ફરાર થઇ જતાં ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે. સોની પરિવારને ગાડીમાં ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા અને તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા.