ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો મામલો
રંગભેદ પર ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી થઈ
ટિપ્પણી કરનાર સામ પીત્રોડાનો ભાજપ દ્વારા વિરોધ
ભારતીયોને ચીની, આફ્રિકી અને આરબ ગણાવતા રોષ
ભાજપના આગેવાનો-કાર્યકરોએ પીત્રોડાનું પૂતળું ફૂંક્યું
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપમાં ભારે રોષ જોવા મળ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્વિમ ભારતીયોને આરબ જેવા ગણાવ્યા છે.
આ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટીપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધનો વંટોળ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પૂતળા દહનનો વિરોધ કાર્યકમ યોજાયો હતો. વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેસંગ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : રંગભેદ પર ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કોંગી સામ પીત્રોડાનું ભાજપે પૂતળું ફૂંક્યું