ભરૂચ : નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા-થવા બ્રાન્ચમાં બાળ સંસદની ચૂંટણી યોજાય, બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરાયા...

New Update
ભરૂચ : નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા-થવા બ્રાન્ચમાં બાળ સંસદની ચૂંટણી યોજાય, બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરાયા...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા-થવા બ્રાન્ચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે, જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી માટે ૨ મતદાન મથકો ફાળવવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા માટે શાળાના શિક્ષકોને પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની જવાબદારી સોંપી બેલેટ પેપરની જગ્યાએ ટેબલેટ્સનો ઉપયોગ કરી ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, અને બાળકોમાંથી હોદ્દેદારો નિમણૂંક કર્યા હતા. આ તકે શાળાના આચાર્ય અને ચૂંટણી અધિકારી માધવસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જાગૃતિ સાથે ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવે તે હેતુસર બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે છે. બાળકો જ્યારે ઉમેદવારી નોંધાવે છે, અને ઉમેદવારીમાં ફોટો સહિત EVM મશીન પર જેમ ભારત સરકારમાં ચૂંટણી થતી હોય, તે જ પદ્ધતિથી શાળાના બાળકોમાં જાગૃતિ આવે તે હેતુસર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકો, શિક્ષકો અને આચાર્યએ આવનાર દિવસોમાં બાળકોને શાળામાંથી જ આગેવાની મળી રહે તેવો હેતુ સિદ્ધ કર્યો હતો.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories