ભરૂચ: ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘાવી માહોલ, હાંસોટમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ

સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે

New Update
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
તમામ નવ તાલુકામાં વરસાદ વરસ્યો
હાંસોટ પંથકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ
આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 13 મીલીમીટર,આમોદમાં 7 મિલિમીટર,વાગરામાં 18 મિલિમિટર,ભરુચમાં 2.5 ઇંચ,ઝઘડિયામાં 20 મિલિમિટર, અંકલેશ્વરમાં 3.5 ઇંચ, હાંસોટમાં 4 ઇંચ, વાલીયામાં 1.5 ઇંચ અને નેત્રંગમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે મુજબ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે
#ભરૂચ #ભારે વરસાદ #સાર્વત્રિક વરસાદ #ભરૂચ ન્યૂજ #હાંસોટ #ઓરેન્જ એલર્ટ
Here are a few more articles:
Read the Next Article