/connect-gujarat/media/post_banners/63b5d1eb9db9c2758629a4c8da807f51a2eb382f2257d23cf38757f0f767802f.jpg)
ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચની વાડીમાં કૉમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સેવાશ્રમ રોડ પર નીલકંઠ મહાદેવ મંદિરમાં ફરસરામી દરજી જ્ઞાતિ પંચની વાડી આવેલી છે જ્યાં સામાજિક કાર્યો માટે કૉમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ માટે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફાળવી હતી ત્યારે આજરોજ કૉમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા તેમજ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.